નવી દિલ્લીઃ શું તમને ખબર છે કે, તમારી પાસે જૂની નોટ હોય તો તમને માલામાલ થઈ શકો છો? જો તમારી પાસે એકદમ જૂની કે યૂનિક સીરિયલ નંબર વાળી નોટ છે તો ઘરે બેઠા તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. સારી વાત એ છે કે તમારે તો આમાં કોઈ રોકાણ પણ નથી કરવાનું. ઉદાહરણ તરીકે માની લો કે તમારી પાસે 5 રૂપિયાની અનોખી નોટ છે, તો તેનાથી તમે 35 હજારથી માંડીને 2 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સિવાય તમારી પાસે જૂની નોટોનું કલેક્શન છે તો તમે લખપતિ કે કરોડપતિ બની શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું તો શું છે એ નોટમાં?
જો તમારી પાસે પાંચ રૂપિયાની જૂની નોટ છે અને તેનો સીરિયલ નંબર ખાસ છે તો તમે કમાણી કરી શકો છો. આ નોટ પર 789 લખેલું હોવું જોઈએ. સાથે જેમાં ટ્રેક્ટરનું મૂલ્ય પણ હોવું જોઈએ. જો તમારી પાસે આવી નોટ છે તો તમે બે લાખ રૂપિયા સુધીની માંગણી કરી શકો છો.


ક્યાં વેચી શકો છો નોટ?
તમને જણાવી દઈએ કે આ ખાસ કરન્સી નોટ મળવી મુશ્કેલ છે. જો તમારી પાસે આ ખાસ નોટ છે તો તમે તેના બદલામાં 2 લાખ રૂપિયા સુધીની રકમ લઈ શકો છે. શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ જેવી અનેક બિઝનેસ સાઈટ પર જૂની નોટના બદલે સારી કિંમત પર ઘરે બેઠા પૈસા મળી શકે છે. આ સિવાય coinbazzar.com પર પણ સારા એવા પૈસા મળી શકે છે. આ તમામ સાઈટ્સ જૂના સિક્કા અને નોટની સારી કિંમતો આપે છે.


શું કરવાનું છે તમારે?
જો તમે એક વિક્રેતાના રૂપમાં કામ કરી રહ્યા છો તો તમારે જૂની નોટની ફોટો આ કંપનીઓની વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અને સારી કિંમત પર વેચી શકો છો. આ માટે સૌથી પહેલા તેની સાઈટ પર જાઓ અને વિક્રેતાના રૂપમાં રજિસ્ટ્રેશન કરાવો. આ બાદ, તમારે તમારી નોટની તસવીર ઓનલાઈન અપલોડ સેલમાં અપલોડ કરી શકો છો. જો કોઈને નોટ લેવાની ઈચ્છા હશે તો તમે તમારી કિંમત તેની સમક્ષ મુકી શકો છો.